Gujarathi-GK Related Question Answers

101. બ્રિટીશકાળ દરમિયાન ગુજરાતે ચૂંટણીની લોકશાહી પ્રક્રિયાનો અનુભવ સૌપ્રથમ કયારે કર્યો?

ઇ.સ. ૧૮૮૩

102. ‘કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું?

સૂરસિંહજી તખતસિંહ ગોહિલ

103. ‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે’ - નામનો મહાકાળીમાનો ગરબો કોણે લખ્યો છે ?

કવિ શામળ

104. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજિતરામ વાવાભાઇ

105. નવાનગર રજવાડાની સ્થાપના કોણે કરી હતી?

જામ રાવલ

106. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં?

ફૂલછાબ

107. ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી?

માર્કો પોલો

108. આર્ય સમાજની સ્થાપના કોણે કરી?

દયાનંદ સરસ્વતી

109. સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ?

૧૦૦૦ મીટર

110. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે?

૨૭.૫૦ ડિગ્રી સે.

111. ‘જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે?

ઈશ્વર પેટલીકર

112. જી.આઇ.ઇ.ટી. નું પુરું નામ જણાવો.

ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઑફ એજયુકેશન ટેકનોલોજી

113. ગુજરાતી કવિતાના આદિકવિનું બિરૂદ કોને મળ્યું છે?

નરસિંહ મહેતા

114. ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ?

ભાદરવા

115. મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે?

વડોદરા

116. વડોદરા શહેરમાંથી કઇ નદી વહે છે?

વિશ્વામિત્રી

117. ‘એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ?

જ્ઞાની કવિ અખો

118. ખો-ખોની રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ મેળવનારા પ્રથમ ખેલાડી કોણ છે?

સુધીર ભાસ્કર

119. વડોદરાનું કયું મ્યુઝિયમ તેમાં સચવાયેલી વૈવિધ્યસભર દુર્લભ ચીજવસ્તુઓ માટે જાણીતું છે ?

મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ

120. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ?

ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા

121. નરસિંહની રચનાઓ મુખ્યત્વે કેવા પ્રકારની છે ?

પદ

122. ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા?

મોહનદાસ કરમચંદ ગાંધી

123. અમદાવાદમાં આવેલી કઇ મસ્જિદ ઝૂલતા મિનારાની મસ્જિદ તરીકે પ્રસિદ્ધ છે ?

રાજપુરની મસ્જિદ

124. માત્ર ૧૭ વર્ષની વયે શીતળાના કારણે આંખો ગુમાવવા છતાં હિંદુ અને જૈન દર્શન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વિદ્વાન કોણ હતા ?

પંડિત સુખલાલજી

125. સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા?

લાંઘણજ
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions