Gujarathi-GK Related Question Answers

1. નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો?

મહારાજા ભગવતસિંહજી

2. આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી?

હસ્તમલકાચાર્ય

3. વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

અમદાવાદ

4. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું?

બૃહદ્ મુંબઇ રાજયનો

5. સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતાં ગુજરાતી સામયિકનું નામ લખો.

બુદ્ધિપ્રકાશ

6. કચ્છનું નાનું રણ કયા પ્રાણીનું અભયારણ્ય છે ?

ઘુડખર (જંગલી ગધેડાં)

7. મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા?

ત્રિભોવનદાસ ગજજર-સુરત

8. ‘રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ?

અવિનાશ વ્યાસ

9. ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે?

૬થી ૧૪ વર્ષ

10. ગુજરાતની ખારબેન્કને ફળદ્રુપ બનાવવા માટે કઇ યોજના વિચારાધીન છે ?

કલ્પસર

11. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?

આઠ

12. ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ?

જુનાગઢ

13. કવિ નર્મદે સમાજસુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું ?

દાંડિયો

14. ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?

અમૂલ

15. સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?

હરિલાલ કણિયા

16. કવિ કાન્તનું મૂળ નામ શું હતું?

મણીશંકર રત્નજી ભટ્ટ

17. ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ?

બ્રાહ્મી

18. શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે?

નારેશ્વર

19. ‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.

બંસીલાલ વર્મા

20. તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે?

કવિ નરસિંહ મહેતા

21. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો?

સામંત સિંહ

22. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?

ગિરનાર

23. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?

દ્રોપદી સ્વયંવર

24. નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?

સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

25. લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?

શ્યામજીકૃષ્ણ વર્મા
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions