<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 260

13001. ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?

Answer: ગરબા

13002. ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો સ્વીકારાતો નથી?

Answer: વીરપુરનું જલારામ મંદિર

13003. ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?

Answer: ગોરખનાથ-ગિરનાર

13004. ગુજરાતનો ટેક્ષટાઈલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વસ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે?

Answer: ડેનિમના ઉત્પાદન માટે

13005. વિખ્યાત જેસલ-તોરલની સમાધિ કચ્છ જિલ્લામાં કયાં છે ?

Answer: અંજાર

13006. ‘ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે?

Answer: જગદીશ જોશી

13007. સાબરકાંઠાના રહેવાસી કયા પ્રધાન આંધ્રપ્રદેશના ગવર્નર બન્યા હતા?

Answer: ડૉ.કે.કે. શાહ

13008. સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદની માસિક પત્રિકાનું નામ શું છે ?

Answer: સામ્મનસ્યમ્

13009. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે?

Answer: સલીમઅલી

13010. સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે?

Answer: હુડારાસ

13011. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે?

Answer: ઉકાઇ

13012. ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી?

Answer: શંકરસિંહ વાઘેલા

13013. ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે?

Answer: નૌલખા મહેલ

13014. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

Answer: કચ્છ

13015. ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ - જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે?

Answer: બોટાદકર

13016. મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવ્યું હતું ?

Answer: રાજા ભીમદેવ પહેલો

13017. આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા?

Answer: સર ભુલાભાઇ દેસાઇ

13018. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું?

Answer: મહારાજા સયાજીરાવ ગાયકવાડ

13019. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે?

Answer: ઉધના

13020. પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ - આવું વિધાન કોણે કર્યુ છે ?

Answer: કનૈયાલાલ મુનશી

13021. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?

Answer: ડાંગ

13022. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?

Answer: ઇ.સ.૧૯૯૭

13023. પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતાં?

Answer: નાનાભાઈ હરિદાસ

13024. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામાયિક શરૂ કર્યું હતું?

Answer: ઈન્ડિયન ઓપિનિયન

13025. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા?

Answer: બાલાશંકર કંથારિયા
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions