<<= Back Next =>>
You Are On Question Answer Bank SET 196

9801. નવ ભાગમાં વિસ્તરેલો ‘ભગવદગોમંડલ’ શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો?

Answer: મહારાજા ભગવતસિંહજી

9802. આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી?

Answer: હસ્તમલકાચાર્ય

9803. વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

Answer: અમદાવાદ

9804. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું?

Answer: બૃહદ્ મુંબઇ રાજયનો

9805. સૌથી દીર્ધકાલીન આયુષ્ય ધરાવતાં ગુજરાતી સામયિકનું નામ લખો.

Answer: બુદ્ધિપ્રકાશ

9806. કચ્છનું નાનું રણ કયા પ્રાણીનું અભયારણ્ય છે ?

Answer: ઘુડખર (જંગલી ગધેડાં)

9807. મરકી ના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા?

Answer: ત્રિભોવનદાસ ગજજર-સુરત

9808. ‘રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે’ ગીતના રચયિતા કોણ છે ?

Answer: અવિનાશ વ્યાસ

9809. ફરજિયાત અને વિનામૂલ્યે શિક્ષણ કઇ ઉંમરના બાળકોને લાગૂ પડે છે?

Answer: ૬થી ૧૪ વર્ષ

9810. ગુજરાતની ખારબેન્કને ફળદ્રુપ બનાવવા માટે કઇ યોજના વિચારાધીન છે ?

Answer: કલ્પસર

9811. કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?

Answer: આઠ

9812. ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ?

Answer: જુનાગઢ

9813. કવિ નર્મદે સમાજસુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું ?

Answer: દાંડિયો

9814. ગુજરાતની કઈ ડેરીની પેદાશ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે?

Answer: અમૂલ

9815. સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?

Answer: હરિલાલ કણિયા

9816. કવિ કાન્તનું મૂળ નામ શું હતું?

Answer: મણીશંકર રત્નજી ભટ્ટ

9817. ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ?

Answer: બ્રાહ્મી

9818. શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે?

Answer: નારેશ્વર

9819. ‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો.

Answer: બંસીલાલ વર્મા

9820. તાના અને રીરી કયા ભકત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે?

Answer: કવિ નરસિંહ મહેતા

9821. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો?

Answer: સામંત સિંહ

9822. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?

Answer: ગિરનાર

9823. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ?

Answer: દ્રોપદી સ્વયંવર

9824. નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ કરૂણપ્રશસ્તિ કોને ઉદ્દેશીને રચાઇ છે?

Answer: સ્વર્ગસ્થ પુત્ર નલિનકાન્તને

9825. લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી?

Answer: શ્યામજીકૃષ્ણ વર્મા

9826. ગુજરાતનો દરિયાકિનારો ભારતનાં દરિયા કિનારાનો કેટલો વિસ્તાર આવરી લે છે ?

Answer: ત્રીજા ભાગનો વિસ્તાર

9827. સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે?

Answer: કાળી બુચક

9828. કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે?

Answer: મોતીડો

9829. ‘તારી આંખનો અફીણી...’ ગીતના રચયિતા કોણ છે ?

Answer: વેણીભાઇ પુરોહિત

9830. ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ?

Answer: ગ્રંથાલય ખાતું

9831. લોકપ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાય-લોકકવિ કોણ છે?

Answer: દુલાભાયા કાગ

9832. ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું?

Answer: જામનગર

9833. ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા?

Answer: ભોળાનાથ સારાભાઇ

9834. હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે?

Answer: આશા પારેખ

9835. ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ?

Answer: રાજકોટ

9836. ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ સૌપ્રથમ કયા સાહિત્યકારને પ્રાપ્ત થયો હતો?

Answer: ઝવેરચંદ મેઘાણી

9837. ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ?

Answer: દક્ષિણ ગુજરાત

9838. હેમચંદ્રાચાર્ય રચિત પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથનું નામ શું છે?

Answer: સિદ્ધહેમશબ્દાનુશાસન

9839. ગાંધીજીના અંગત સચિવ કોણ હતા?

Answer: મહાદેવભાઇ દેસાઇ

9840. ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટ કયાંથી કયાં સુધી જાય છે ?

Answer: સાબરમતી આશ્રમથી દાંડી

9841. વર્ષ ૨૦૦૫ માટે ગુજરાતના કયા ખેલાડીને ‘રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ’ એનાયત થયો હતો?

Answer: પંકજ અડવાણી

9842. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ?

Answer: રાજપીપળાના ડુંગરોની

9843. ગુજરાતમાં સૌપ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીત કયારે ગવાયું?

Answer: ઈ. સ.૧૯૦૬

9844. લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું?

Answer: શ્યામજીકૃષ્ણ વર્મા

9845. ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ?

Answer: સંખેડા

9846. ‘આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે?

Answer: કવિ હસમુખ પાઠક

9847. ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે ?

Answer: ખેડા

9848. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?

Answer: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

9849. ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી?

Answer: મહિપતરામ રૂપરામ
<<= Back Next =>>
Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use | Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions